Hatkesh Ambikadham – Zundal

હાટકેશ અંબિકા ધામ - મંદિર વિષે

– આ હાટકેશ – અંબિકાધામ ત્રણ માળનું બનાવવામાં આવેલ છે.
– ભકતો માટેની તમામ સુવિધાઓ જેવી કે સંડાસ, બાથરૂમ, પીવાના પાણીની વ્યવસ્થા, રહેવા માટે રૂમોની વ્યવસ્થા, ૨૪ કલાક પાણી માટે બોરની વ્યવસ્થા તથા ઇલેકટ્રીક
માટે લાઇટ પંખાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
– ભકતોના ભોજન બનાવીને પ્રસંગ કરવા માટે રસોડા તથા હોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
– પાર્કિંગની જોગવાઇ કરવામાં આવેલ છે.
– વાંચન માટે લાયબ્રેરીની જોગવાઇ કરવામાં આવેલ છે.
– ભકતોને બેસવા માટે ખુરશીની જોગવાઇ કરેલ છે.
– ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક પ્રસંગો માટે હોલની વ્યવસ્થા કરેલ છે.

વિશેષતા

હાટકેશ- અંબિકાધામમાં આવનાર ભકતની મોનકામના પૂર્ણ થાય તે માટે
– કોઇપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી .
– કોઇપણ પ્રકારની બાધા આપવામાં આવતી નથી.
– કોઇપણ પ્રકારનો ચમત્કાર બતાવવામાં આવતો નથી.
– અંધ-શ્રધ્ધાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.
– દરેક ભકતને તેમના ઇષ્ટ દેવી-દેવતાની નિયમીત પૂજાનો માર્ગ બતાવવામાં આવે છે.
– અંબિકાધામનો મુખ્ય ઉદ્દેશ – નિયમિત પૂજા અને વ્યસન મુકિત.

પ્રથમ માળ

પ્રાણપ્રતિષ્ઠાની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રથમ માળે, હાટકેશ્વર દાદા (મહાદેવજી), માતાપાર્વતી, કચ્છપ દેવ (કાચબા દેવ), પોઠીયા દેવ, હનુમાન દાદા, ગણપતિ દાદા, વરૂણ દેવ, યમ દેવ, કુબેર દેવ ની સ્થપના કરવામાં આવી છે. પ્રથમ માળે ગર્ભ ગૃહમાં હાટકેશ્વર દાદાના શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.

તેમજ તેમની પાછળ માતા પાર્વતીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. તેમજ ભાવિક

ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશીને પૂજા કરવા દેવામાં આવે છે.

બીજો માળ

બીજોમાળ ઉપર દયાની દેવીમાં અંબાજીની ગાદીની સ્થાપના કરવામાં આવેલ છે.

ભાવિક ભક્તો આ ગાદી ઉપર પોતાનીમનોકામનાઓ જેવી કે, લગ્ન, વિદેશ-ગમન, સંતાન પ્રાપ્તિ,નોકરી, ધંધા જેવી બાબતોઅંગે સંપૂર્ણ વિશ્વાસ સાથે હ્રદય પૂર્વક પ્રાર્થના કરે છે અને માતાજીના આદેશ અનુસાર તેમને જે કોઈપણ પૂજા વિધી બતાવવામાં આવે છે તે મુજબ પૂરી શ્રધ્ધાઅને ભક્તિભાવથી ધીરજ રાખીને પૂજા કરે છે.

ત્રીજો માળ

ત્રીજા માળ ઉપર જગત જનની માં અંબાજીનું ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણના શુભ કાર્યની બહુ જ જલ્દીથી શરૂઆત કરવામાં આવશે.