Hatkesh Ambikadham – Zundal

ગાંધીનગર જીલ્લાના ઝુંડાલ ગામે, સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ, દેવાધિદેવ મહાદેવ (હાટકેશદાદા) તથા જગત જનની મા અંબાજીની સ્થાપના કરીને મંદિર નિર્માણ કરવામાં આવેલ હોવાથી આ ધાર્મિક સ્થળને હાટકેશ – અંબિકાધામ તરીકે ઓળખવામાં આવેલ છે. તે ઉપરાંત ઝુંડાલમા વસતા મહેતા પરિવારના કુળદેવી માં અંબાજી હોવાથી આ સ્થળને મહેતાની કુળદેવી મા અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. 

હાટકેશ અંબિકાધામ - ઝુંડાલ એક પરિચય

હાટકેશ અંબિકાધામ ની સ્થાપના ઉપાસકશ્રી વિનોદભાઇ મહેતા, (M. Com B. Ed) મહેતા પરિવાર-ઝુંડાલ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 25 વર્ષ થી હજારો લોકો ને તેમના માર્ગ દર્શન થી લાભ થયેલ છે. શ્રી વિનોદભાઇ નો આશય લોકો ની વિવિધ વિષય ને લગતી સમસ્યાઓ જેવી કે લગ્ન, વિદેશ-ગમન, સંતાન પ્રાપ્તિ,નોકરી, ધંધા જેવી બાબતો નું સરળ અને સચોટ સમાધાન માતાજી ના આદેશ અનુસાર સરળ પૂજા વિધિ દ્વારા બતાવામાં આવે છે. તે મુજબ પૂરી શ્રધ્ધાઅને ભક્તિભાવથી ધીરજ રાખીને પૂજા કરે છે.  માં અંબાજી તેમના દ્વારે આવેલ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

માં અંબાજીની દયાથી આજે હાટકેશ-અંબિક્તધામ-ઝુંડાલ ધર્મની ધજા આજે દેશ-વિદેશમાં (ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, દુબઈ, મલેશિયા, જર્મની, કુવૈત, મસ્કત,બેંગકોક, દક્ષિણ આફ્રિકા) ખાતે લહેરાઈ રહેલ છે અને માં અંબાજીની દયાથી તેના ભાવિકભક્તોની દિન-પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે.

" સર્વે ભક્તો ને જય અંબે... "

મહેતાની કુળદેવી માં અંબાજી ઝુંડાલ

વર્ષ ભક્તો ની સેવામાં
0 +
થી વધુ વાર્ષિક દર્શનાર્થીઓ
0 +
ભક્તો ની સમસ્યા નું સમાધાન
0 +
નવચંડી યજ્ઞનું આયોજન

ભક્તો ને મળેલ માતાજી ના સાક્ષાત ચમત્કાર

રીમાબેન પટેલ

અમેરિકા

રેખાબેન સોની

અમેરિકા

પ્રાણજીવનભાઈ ઝવેરી

અમદાવાદ

મુકુલભાઈ દવે

અમદાવાદ (અત્યારે : અમેરીકા)

ગૌરવભાઈ જોશી

અમદાવાદ (અત્યારે : અમેરીકા)

કમલેશભાઈ સોની

વડોદરા

કૈલાશબેન પટેલ

ઓસ્ટ્રેલિયા

હરેશભાઈ પટેલ

કેનેડા

અમિતભાઇ મહેતા

ઓસ્ટ્રેલિયા

વિડીયો - મીડિયા - ન્યુઝ

ગુજરાત ન્યૂઝ
મંદિર ની ઝલક
ઈ-ટીવી ગુજરાતી
મહા શિવરાત્રી ઝલક
પાટોત્સવ
ગુરુ પૂર્ણિમા

અંબિકા ધામ માં આયોજીત વિવિધ પ્રવુત્તિઓ ની માહિતી

સામાજીક પ્રવૃત્તિઓ:

શૈક્ષણિક-પ્રવૃત્તિઓ

ધાર્મિક પ્રવૃત્તિઓ

હાટકેશ અંબિકા ધામ - મંદિર વિષે સંક્ષિપ્ત માં માહિતી

પ્રથમ માળ

પ્રાણપ્રતિષ્ઠાની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રથમ માળે, હાટકેશ્વર દાદા (મહાદેવજી), માતાપાર્વતી, કચ્છપ દેવ (કાચબા દેવ), પોઠીયા દેવ, હનુમાન દાદા, ગણપતિ દાદા, વરૂણ દેવ, યમ દેવ, કુબેર દેવ ની સ્થપના કરવામાં આવી છે. પ્રથમ માળે ગર્ભ ગૃહમાં હાટકેશ્વર દાદાના શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.

તેમજ તેમની પાછળ માતા પાર્વતીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. તેમજ ભાવિક

ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશીને પૂજા કરવા દેવામાં આવે છે.

બીજો માળ

બીજોમાળ ઉપર દયાની દેવીમાં અંબાજીની ગાદીની સ્થાપના કરવામાં આવેલ છે.

ભાવિક ભક્તો આ ગાદી ઉપર પોતાનીમનોકામનાઓ જેવી કે, લગ્ન, વિદેશ-ગમન, સંતાન પ્રાપ્તિ,નોકરી, ધંધા જેવી બાબતોઅંગે સંપૂર્ણ વિશ્વાસ સાથે હ્રદય પૂર્વક પ્રાર્થના કરે છે અને માતાજીના આદેશ અનુસાર તેમને જે કોઈપણ પૂજા વિધી બતાવવામાં આવે છે તે મુજબ પૂરી શ્રધ્ધાઅને ભક્તિભાવથી ધીરજ રાખીને પૂજા કરે છે.

ત્રીજો માળ

ત્રીજા માળ ઉપર જગત જનની માં અંબાજીનું ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણના શુભ કાર્યની બહુ જ જલ્દીથી શરૂઆત કરવામાં આવશે.

માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે એજ પ્રાર્થના...જય અંબે