Hatkesh Ambikadham – Zundal

હાટકેશ અંબિકા ધામ
બીજો માળ

હાટકેશ-અંબિકાધામના બીજા માળ ઉપર જગત જનની મહેતાની કુળદેવી મા અંબાજીની ગાદીની સ્થાપના કરવામાં આવેલ છે.
 

આ પવિત્ર ગાદી ઉપર મંદિરમાં આવનાર ભકતો પોતાની મનોકામનાઓ જેવી કે લગ્ન, સંતાન પ્રાપ્તિ, મકાન પ્રાપ્તિ, વિદેશ-ગમન, નોકરી, અભ્યાસ, ધંધામાં પ્રગતિ, વગેરેની હ્રદયપુર્વક પ્રાર્થના કરે છે. અને નિયમિત ભકિત કરે છે. માં અંબાજી સ્વયંભુ ભકતોની પ્રાર્થના પુરી કરે છે અને પોનાની ધરમની ધજા દેશ-વિદેશમાં લહેરાવી રહયા છે.
 

વર્તમાન સમયમાં હાટકેશ-અંબિકાધામની ધજા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરાલા, દિલ્હી જેવા રાજયોમાં ભકતોની મનોકામના પુરી કરીને ધજા લહેરાવી રહયા છે. મા અંબાના દરબારમાં આવતા ભકતોની વિદેશ-ગમનની ઇચ્છા વિઝા અપાવીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, લંડન દુબઇ, મલેશિયા, બેંગકોક, હોંગકોંગ, સાઉદી અરેબીયા, આફ્રિકા, પોલેન્ડ, નેપાળ, સિંગાપોર, કુવેત, ન્યુઝીલેન્ડ, મસ્કત વગેરે દેશોમાં પોતાની ધરમની ધજા લહેરાવી રહયા છે.
 

વિદેશમાં વસતા ભકતોની મનોકામનાઓ જેવી કે લગ્ન, સંતાન પ્રાપ્તિ, મકાન, નોકરી તથા ભકતની ઇચ્છા પ્રમાણે પી.આર. / સિટીઝન / ગ્રીનકાર્ડ / વર્ક પરમીટની મનોકામના પુર્ણ કરીને મા અંબાજી ભકતોની શ્રધ્ધામાં વધારો કરી રહયા છે.

ધાર્મિક પ્રસંગો

– ૨૫ મી જાન્યુઆરીના શુભ દિવસે નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામા આવે છે.
– ગુરૂપૂર્ણિમા તથા આસો માસની નવરાત્રિના આઠમના દિવસે સાંજે મહા આરતી .
– આસો નવરાત્રિ તથા ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાનની પૂજા કરવામાં આવે છે.
– આનંદનો ગરબો તથા બેઠા ગરબાનુ આયોજન પ્રસંગોપાત કરવામાં આવે છે.
– બેસતા વર્ષના દિવસે સવારે મહાઆરતી.