Hatkesh Ambikadham – Zundal

હાટકેશ અંબિકા ધામ
પ્રથમ માળ

હાટકેશ-અંબિકાધામના પ્રથમ માળે દેવાધિદેવ હાટકેશ દાદા (મહાદેવજી) માતા પાર્વતી, હનુમાનદાદા, ગણપતિદાદા, પોઢીયાદેવ, વરૂણદેવ, યમદેવ તથા કુબેરદેવની પ્રાણ પ્રતિષ્ઠા તા.૨૦/૦૮/૨૦૧૭ ના શુભ દિવસે કરવામાં આવેલ છે.

 

પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ દિવસે ધોધમાર વરસાદ પડેલો અને શિવલીંગ ઉપર તે વરસાદી પાણીથી જળાભિષેક થયેલ. હાજર તમામ ભકતો આ અલૌકિક દ્રશ્ય જોઇને ભાવ વિભોર થઇ ગયેલ. આમ, મહાદેવજીની સાથે સાથે માતા ગંગાજીનું અવતરણ થયેલ તેમ કહેવું અતિશયોકિત ભરેલ નથી.

 

શિવલીંગ ઉપર અભિષેક કરેલ દરેક પ્રવાહી જેવી કે પાણી, ગંગાજળ, દુધ, દહી, મધ વગેરે સીધુ પાતાળમાં વિલીન થઇ જાય તેવી વ્યવસ્થા કરેલ છે. જેથી પવિત્રતા જળવાય અને હકારાત્મક ઉર્જાનો ભકતોને લાભ મળી શકે.

ધાર્મિક પ્રસંગો

– ૨૦ મી ઓગષ્ટના શુભ દિવસે હાટકેશ્વર દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવેલ છે.
– હોમાત્મક લઘુરુદ્ર, પાઠાત્મક લઘુરુદ્ર, રૂદ્રી, ભજન, સત્સંગનું આયોજન કરવમાં આવે છે.
– શિવરાત્રીના શુભ દિવસે જપ, તપ, ધ્યાન, ભજનનું આયોજન થાય છે.
– સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન પુજન, અર્ચન, જપ, તપ, રૂદ્રી , પાઠાત્મક તથા હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન થાય છે.
– ભકતની ઇચ્છા પ્રમાણે પુજાનું આયોજન થાય છે.