- ambicadham@gmail.com
- સમય : રવિવારે સવારે 9 થી 11
- એડ્રેસ હાટકેશ-અંબિકાધામ, સ્વામિનારાયણ ગુરુકુળની પાછળ, ગામઃ ઝુંડાલ જી: ગાંધીનગર
માં અંબાજી તથા મહાદેવજીની અસીમકૃપાથી જે ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે તેમના દ્વારા જે સ્વૈચ્છિક દાન આપવામાં આવે છે અને જે ભંડોળ ભેગું થાય તે ભંડોળમાંથીટ્રસ્ટ દ્વારા નીચેની સેવાભાવિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
• પાઠાત્મક તથા હોમાત્મક લઘુરૂદ્રની પૂજા
• રૂદ્રીની પૂજા
• શ્રાવણમાસની પૂજા
• શિવરાત્રીની પૂજા
• સવાર-સાંજ આરતી કરીને દાદાના આશીર્વાદ મેળવવામાં આવે છે.
પ્રથમ માળ ઉપર હાટકેશ્વર દાદાના શિવલીંગની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ શિવલીંગની સ્થાપના બોર ઉપર ક૨વામાં આવેલ છે. તેમજ રચના એવી રીતે કરવામાં આવેલ છે કે જેથી દાદાને જે કોઈ પ્રવાહી (દૂધ, પાણી, ગંગાજળ, મધ, ઘી) દ્વારા અભિષેક ક૨વામાં આવે છે, તે સમગ્ર પ્રવાહી પાતાળમાં વહેતી જળધારામાં વિલિન થઈ જાય છે.
હાટકેશ્વર દાદાની પ્રાણ-પ્રતિષ્ઠાના શુભ દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો અને તે વરસાદના કુદરતી પાણી દ્વારા આકાશમાંથી જળાભિષેક થયેલ. આમ એક રીતે જોઈએ તો આકાશગંગાના પવિત્ર જળથી હાટકેશ્વરદાદાનો અભિષેક થયો હતો.